પ્રજાસત્તાક દિવસની ઉજવણી
૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે સ્વતંત્ર ભારતે પોતાનુ બંધારણ અપનાવ્યુ તેને આજે ૬૦ વર્ષથી પણ વધુ સમય વિતી ગયો. આ ૬૦ વર્ષોમા ભારતે ઘણો વિકાસ કર્યો ઘણા શિખરો સર કર્યા. ૨૬ જાન્યુઆરીને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. આ એ દિવસ છે જ્યારથી આપણા દેશે બંધારણ અપનાવી તેનો અમલ કરવાનુ શરુ કર્યુ. આ વર્ષે બીજી એક વિશેષતા એ પણ છે કે આપણા રાષ્ટ્રીય ગીત “જનગણ મન” ને ૧૦૦ વર્ષ પુરા થઇ ગયા. આ ગીતની રચના નૉબેલ પુરસ્કાર વિજેતા શ્રી રવિન્દ્રનાથ ઠાકુરે કરી હતી અને સૌ પ્રથમ તેને ૨૭ ડિસેમ્બર, ૧૯૧૧ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમા જાહેરમા ગાવામા આવ્યુ હતુ અને ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણ સભા દ્વારા આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામા આવ્યુ હતું .
અમારી શાળામાં આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું હતું તેની કેટલીક ઝલક નીચે મુજબ છે .
ધ્વજવંદનની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓં
ધ્વજવંદન કરતા ગામના સરપંચ શ્રીમતી સૂર્યાબા નરેન્દ્રસિંહ ઝાલા
૨૬ મી જાન્યુવારીની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા ગ્રામવાસીઓ
સ્વાગત ગીત કરતી ધોરણ ૫ ની બાળાઓ
અભિનયગીત કરતી ધોરણ ૨ ની બાળાઓ
અભિનયગીત કરતી ધોરણ ૩ અને ૪ ની બાળાઓ